ફિલ્મ જગત
News of Saturday, 1st May 2021

સોનાક્ષી સિંહાઍ બોયકટ વાળ કરાવ્યાઃ નવો અંદાજ ફિલ્મ રસીકોને ખૂબ જ પસંદ પડ્યો

નવી દિલ્લીઃ સોનાક્ષી સિન્હા હાલ કોરોના કાળના કારણે ઘરે જ હોય છે. જોકે, તેણે ઘરે રહીને ટાઈમ પાસ કરવાનો નવો નુસખો અજમાવ્યો. તેણે પોતાના હેર સ્ટાઈલીસ્ટને બોલાવીને તેની પાસે બોયકટ વાળ કરાવ્યાં. જોકે, સોનાક્ષીનો આ અવતાર જોઈને તમે પણ ચોંકી જશો. તમે કહેશો કે આવી તો વળી કેવી વિચિત્ર હેયર સ્ટાઈલ છે. આ નવા લૂકમાં સોનાક્ષી એકદમ અલગ જ લાગે છે.

સોનાક્ષી સિન્હાનો આ નવો અંદાજ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં સોનાક્ષીની ડિફરંટ હેયર સ્ટાઈલ પણ જોવા મળે છે.

સોનાક્ષી સિન્હા તેના નવા લુકને કારણે ભારે ચર્ચામાં આવી ગઈ છે. જોકે, સોનાક્ષીના આ બોયકટ લુકમાં પણ તેના વાળની લંબાઈ નાની નથી કરવામાં આવી.

સોનાક્ષી સિન્હાનો આ નવો લુક ખુબ જ અતરંગી છે. આ પહેલાં કોઈપણ ફિલ્મમાં સોનાક્ષીનો આવો અંદાજ જોવા મળ્યો નથી.

સોનાક્ષી સિન્હાનું ફેન ફોલોવિંગ પણ બીજા લોકોથી કંઈ કમ નથી. ત્યારે સોનાક્ષીના ફેંસ પણ હાલ તેમની નવી ફોટોઝ શેયર કરીને ખુશ થઈ રહ્યાં છે.

સોનાક્ષી સિન્હાની આ હેયર સ્ટાઈલ માટે પહેલાં હાઈ પોની બનાવવામાં આવી. ત્યાર બાદ વાળને આગળની તરફ રાખીને બોયકટ હેયર લુક આપવામાં આવ્યો.

હાલમાં જ સોનાક્ષી સિન્હાએ પોતાની હેર સ્ટાઈલ ચેન્જ કરીને નવો લૂક અપનાવ્યો છે. નવો અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો. જોકે, સોનાક્ષીને આ લુક શુટ કરે છે.

(5:29 pm IST)