ફિલ્મ જગત
News of Wednesday, 1st April 2020

દૂરદર્શનની રામાયણ સિરીયલના એપિસોડ બાદ કૈકૈયી અને મંથરા સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થયા

મુંબઇ: કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે સરકાર તરફથી દેશભરમાં 21 દિવસોનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોની કંટાળાજનક સ્થિતિને દૂર કરવા માટે દૂરદર્શને 80ના દાયકાના પોતાની ફેમસ સીરિયલ રામાયણને પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી અનેક લોકોએ પોતાની જૂની મેમરી તાજી કરી. તો સાથે જ કેટલાક દર્શકોએ તેની મજા પણ લીધી. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમોને લઈને મીમ્સ બનવાના શરૂ થયા છે. મંગળવારની સવારે ટ્વિટર પર રામાયણને લઈને બે ફેમસ મહિલા પાત્ર રાની કૈકૈયી અને તેમની નોકરાની મંથરા ટ્રેન્ડ થયેલી જોવા મળી.

એક યૂઝરે લખ્યું કે, આજે રામાયણના એપિસોડથી મેં શીખ્યું, જે આ પ્રકારે છે. જેમ કે કૂટનીતિ કરનારા લોકોથી દૂર રહો, નહિ તો તેઓ તમને વનવાસ પર મોકલશે. તો બીજાએ લખ્યું કે, મેં હંમેશા હનુમાન અને લક્ષ્મણ જેવા સાચા મિત્રો ઈચ્છ્યા છીએ. પરંતુ મને મંથરા અને વિભીષણ મળ્યા. કેટલાક તો અભિનેત્રી સ્વરા ભાસ્કરની તુલના મંથરા સાથે કરીને લખ્યું કે, આજના જમાનાની મંથરા આ છે.

રામાયણ અને મહાભારતમાંથી શીખ લેતા એક દર્શકે લખ્યું કે, 31 માર્ચ સવારે 9 વાગ્યે અને બપોરે 12 વાગ્યે. નકારાત્મક લોકો-શબ્દ-વિચારને દૂર રાખવા જોઈએ. જેમ કે, મંથરા અથવા કૈકેયી જેવા લોકો તમારા પરિવારને તબાહ કરી દેશે. નસીબ લખાયેલું હોય છે, પરંતુ માણસે તેમાં મહેનત કરવાની જરૂર હોય છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે 33 વર્ષ પહેલા રામાયણ ટીવી પર આવતી હતી, ત્યારે કોઈ વડાપ્રધાન ટીવી પર આવીને એવુ કહેતા ન હતા કે ઘરમાં રહો. પરંતુ તે સમયે આખો દેશ ટીવીને ચોંટીને બેસી રહેતો હતો. આજના નાના બાળકો ભલે ન જાણતા હોય, કે તે સમયે શુ થતું હતું. કેવો માહોલ રહેતો હતો. અનેક લોકો એ માહોલ જીવ્યા છે. રવિવારની સવારે રામાયણ આવતા કરફ્યૂ જેવો માહોલ થઈ જતો હતો. જ્યારે રામાણ પૂરુ થતુ તો ત્યારે બધા સ્ટેચ્યુ જેવા માહોલમાં જોવા મળતા. આજે રસ્તા પર ન નીકળવાની મજબૂરી પર રામાયણ ફરીથી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.

(4:30 pm IST)