ફિલ્મ જગત
News of Monday, 1st April 2019

પ્રભુદેવા નિર્દેશિત ફિલ્મ દબંગ-3નું શૂટિંગ શરુ : સેટ પરથી સલમાને શેર કરી તસ્વીર

પહેલા શેડ્યૂલનું ઇન્દોરમાં શૂટિંગ :સલમાનના પાછળ ચશ્માં ટાંગેલા

 

મુંબઈ :પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મના પહેલા શેડ્યૂલની શૂટિંગ ઈન્દોરમાં થઈ રહી છે. ફિલ્મના સેટથી સલમાન ખાને એક તસવીર શેર કરી છે, જ્યાં તેઓ ચુલબુલ પાંડે સ્ટાઈલમાં પાછળ ચશ્મા ટાંગેલા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ દબંગ 3 વર્ષે એટલે કે 2019 ડિસેમ્બરમાં રિલીઝ થઈ જશે

પ્રભુદેવા અને સલમાન ખાનની જોડીએ અગાઉ વોન્ટેડ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પ્રભુદેવાની પણ પોતાની એક સ્ટાઈલ છે. હિસાબે અપેક્ષા કરું છું કે દબંગમાં પાછલી બે ફિલ્મથી કંઈક અલગ જોવા મળશે.

હજુ ફિલ્મની સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટને લઈ કોઈ ખુલાસો નથી થયો. પરંતુ હાલમાં એક ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે દબંગ 3 ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. કોઈ શક નથી કે ફેન્સને ફિલ્મનો ભારે ઈંતેજાર છે.

(10:16 pm IST)