22 વર્ષ બાદ અજય દેવગણ કરશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કામ
મુંબઈ: સંજય લીલા ભણસાલી હાલમાં તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વિશે ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે જ અજય દેવગને પણ ફિલ્મમાં પ્રવેશ કર્યો છે અને તે આજથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે આ સમાચારની પુષ્ટિ કરી છે. તરણ આદર્શે સોશ્યલ મીડિયા પર આ માહિતી ટ્વીટ કરી છે. અજય દેવગણે 22 વર્ષ બાદ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માં કામ કરવા માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગણની ભૂમિકા હજી બહાર આવી નથી, પરંતુ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અજય દેવગન આ ફિલ્મમાં કરીમ લાલાની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' પહેલા, અજય દેવગણે 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતું.