આવી રહ્યા છે અસદ-જોયાઃ આ વખતે ઓટીટી પ્લેટફોર્મ
કોઇપણ એક ટીવી શો કે ફિલ્મ હિટ થાય તો તેની બીજી સિઝન, બીજો ભાગ બનાવવાની રિલીઝ કરવાની મોસમ ચાલી રહી છે. હવે
દર્શકોને કુબૂલ હે શોની બીજી સિઝન કુબૂલ હૈ-૨.૦ જોવા મળશે. આ શોનું તાજેતરમાં ટીઝર રિલીઝ કરાયું હતું તે સાથે તેણે ચર્ચા જગાવી હતી. આ વખતે ઝીફાઇવ પર વેબ સિરીઝના રૂપમાં આ શો આવી રહ્યો છે. અસદ અને જોયા નવા રૂપ સાથે ફરી દર્શકો સામે આવવા તૈયાર છે.
બેલગ્રેડમાં ફિલ્માંકન કરાયું છે. જેમાં રોમાન્ટીક અને નયનરમ્ય બેકડ્રોપ જોવા મળશે. સુરભિ જ્યોતિએ પોસ્ટર રિલીઝ કર્યુ હતું અને દર્શકોનો ઉત્સાહ વધાર્યો હતો. બારમી માર્ચના રોજ આ શો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અંકુશ મોહલા અને ગ્લેન બૈરેટો નિર્દેશીત આ સિરીઝમાં કરણસિંહ ગ્રોવર અને જ્યોતિની ઓરિજીનલ જોડી ફરી જમાવટ કરશે. મંદિરા બેદી, આરિફ જકારીયા પણ ખાસ શોમાં છે. દસ એપિસોડની આ શ્રુંખલા હશે.