આગામી ફિલ્મ માટે તલવારબાજીની તાલીમ લેશે અક્ષય કુમાર
મુંબઇ: અક્ષય કુમાર ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવવામાં નિપુણ છે. જોકે આ વખતે તે આગામી ફિલ્મમાં પરંપરાગત એકશન દ્રશ્યો ભજવતો જોવા મળશે. જોકે પાત્રને ન્યાય આપવા માટે અક્ષયે વિશેશ તાલીમ લેવી પડશે. આગામી ફિલ્મમા અક્ષય કુમાર ૧૮૯૭ની સારાગઢી લડાઇના નેતા હવીલધર ઇશાર સિંઘનું પાત્ર ભજવી રહ્યો છે. પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે અક્ષય ભારતની પરંપરાગત તલવાર બાજી અને ગટકા યુદ્ધ શીખશે. ગટકા યુદ્ધ એ ભારતીય માર્શિયલ આર્ટ છે જે શીખ પ્રજામાં લોકપ્રિય છે. ફિલ્મસર્જકો ફિલ્મને રિયલ બનાવવા માટે પરંરાપગત પહેલવાનો પણ સેટ પર બોલાવવાની યોજના કરી રહ્યા છે. પંજાબથી ખાસ આ પહેલવાનોને તેડાવવામાં આવશે. ગટકા યુદ્ધ અક્ષયને શીખવવા માટે પંજાબથી ખાસ ટીમ બોલાવવામાં આવશે. આ માટે અક્ષય કુમાર સતત ૧૫ દિવસ સતત તાલીમ લેશે.