ફિલ્મ જગત
News of Friday, 1st January 2021

નવા ટીવી શોમાં સ્નેહાને ખાસ ભુમિકા

ટીવી પરદે સ્નેહા વાઘ અનેક રોલ નિભાવી ચુકી છે. હવે તે સ્ટાર ભારતના શો 'તેરી લાડલી મૈં'માં ખાસ ભુમિકા નિભાવતી જોવા મળવાની છે. આ સિરીયલમાં એક મુક બધીર છોકરી બિટ્ટીની કહાની છે. જે તેના પિતાની સ્વીકાર્યતા માટે તરસતી હોય છે અને પોતાના અસ્તિત્વને પડકારતી બાધાઓને દૂર કરવા પ્રયાસ કરે છે. આ શો દર્શકોને એક નાનકડી બાળકીની જીવન યાત્રા પર લઇ જશે. જે બલિદાન, જવાબદારીનું એક પ્રતિક પણ છે. આ બાળકી ખુબ મહેનત કરવા માટે પણ પ્રેરીત કરે છે. પિતા તરફથી પોતાને પણ એવો જ પ્રેમ મળે જે તેના ભાઇને મળે છે. એ માટે તેના પ્રયાસ  છે. ટબુકડી કલાકાર મૈથિલી પટવર્ધન બાળકી બિટ્ટીનો રોલ નિભાવી રહી છે. હેમાંગી કવિ મુખ્ય ભુમિકામાં છે અને સ્નેહા વાઘ ખાસ કેમિયો કરવાની છે. આ માટે તેણે પુરતી તૈયારી કરી લીધી છે.

(10:05 am IST)