ફિલ્મ જગત
News of Monday, 1st January 2018

ઇશ્કબાજના કૃણાલને કરવા છે ભાભી સાથે લગ્ન

સ્ટાર પ્લસના શો ઇશ્કબાજમાં ભાભી અને દિયરની ભૂમિકા નિભાવી રહેલા કૃણાલ જયસિંહ અને સુરભિ ચંદનાને દર્શકો ખુબ પસંદ કરે છે. શોમાં શિવા અનિકાનો સાથ ભલે ન આપતો હોય પણ ઓમકારા (કૃણાલ) અનિકા (સુરભી)ની સાથ જરૂર આપે છે. હાલમાં જ વાહબિજ દોરાબજીના એક ટીવી શોમાં કૃણાલ અને સુરભિ પહોંચ્યા હતાં. અહિ કૃણાલે સુરભીની હાજરીમાં જ વાહબિજ સમક્ષ કબુલ્યું હતું કે ટીવી શોમાં તેની ભાભીનો રોલ નિભાવતી સુરભિ સાથે તે અસલી જિંદગીમાં લગ્ન કરવા ઇચ્છે છે. સુરભીએ પણ કહ્યું હતું કે મેં પહેલી વાર કૃણાલ જોયો ત્યારે તે ખુબ હોટ લાગ્યો હતો. એ વર્કશોપમાં આવતો હતો અને ત્યાંથી ફટાફટ કામ પુરૂ કરી નીકળી જતો હતો.

(9:12 am IST)