Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગહરાઇયાં માટે ખુબ ઉત્સાહી છે અનન્યા

બોલીવૂડમાં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર દ્વારા અભિનય કારકિર્દી શરૂ કરનાર અનન્યા પાંડે શકુન બત્રાની ફિલ્મ ગહેરાઇયાંમાં જોવા મળશે. દિપીકા પાદુકોણ અને સિધ્ધાંત ચતુર્વેદી સાથે અનન્યા મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. અનન્યા આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહિત છે. હાલમાં જ આ ફિલ્મનું ટીજર રિલીઝ થયું છે. જેને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ માટે અનન્યાએ પ્રશંસકોનો આભાર વ્યકત કર્યો હતો. અનન્યાએ પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે ફિલ્મ ગહરાઇયાં અને તેના ટીઝર પ્રત્યે લોકોના પ્રેમ બદલ હું ખુશી અનુભવી રહી છું. આ ફિલ્મ આગામી પચ્ચીસમી જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. દુનિયાભરના બસ્સો ચાલીસથી વધુ દેશો અને ક્ષેત્રોમાં એમેઝોન પ્રાઇમ વિડીયો આ ફિલ્મને રજૂ કરશે. ગહરાઇયાં આધુનિક એડલ્ટ રિલેશનશીપ પર આધારીત છે. ધૈર્ય કારવા, નસિરૂદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વના રોલમાં છે.

(10:08 am IST)