Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

વર્ષના અંતિમ દિવસે આવ્યા ખરાબ સમાચાર: આનંદ એલ. રાય કોવિડ -19 પોઝીટીવ

મુંબઈ: ફિલ્મ નિર્માતા આનંદ એલ. રાયની કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. દિગ્દર્શકે ગુરુવારે ટ્વીટ દ્વારા પોતાના આરોગ્યની અપડેટ શેર કરી છે. તેમણે વિનંતી પણ કરી હતી કે પાછલા દિવસોમાં જે કોઈપણ તેની સાથે સંપર્કમાં આવ્યો છે તેણે જરૂરી સાવચેતી રાખવી જોઈએ.  ટ્વિટર પર લખ્યું, "આજે મે કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બસ, દરેકને માહિતગાર કરવા માગતો હતો કે મને કોઈ લક્ષણો નથી અને હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. અધિકારીઓએ આપેલા નિર્દેશો પ્રમાણે હું અલગ થઈ ગયો છું. તમારા સમર્થન બદલ આભાર. "એક અન્ય ટ્વીટમાં, તેનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને સફળતાપૂર્વક ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું છે. તેણે લખ્યું, "આભાર માન્યો મારું ટ્વિટર હેન્ડલ પાછું આપવા બદલ, જેને 24 કલાકથી વધુ સમયથી હેક કરવામાં આવ્યું હતું."

(4:25 pm IST)