Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

કઇ-કઇ વેબ સીરીઝ અને ફિલ્મો સાથે થશે ૨૦૨૧ની શરૃઆત ?

મુંબઇ,તા. ૩૧: વર્ષ ૨૦૨૦ ઓટીટી પ્લેટફોર્મ્સના નામે રહ્યું છે. સિનેમાઘર બંધ રહેવાને કારણે ઘણી મોટી ફિલ્મો સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તેમ જ વેબ સીરીઝે પણ દર્શકોનું ઘણું મોનરંજન કર્યું છે. હવે ૨૦૨૧માં પણ મનોરંજનનો આ સિલસિલો ઓટીટી પ્લેટફોર્મ્સ પર ચાલુ રહેશે

વર્ષ ૨૦૨૦ ઓટીટી પ્લેટફોર્મ્સના નામે રહ્યું છે. સિનેમાઘર બંધ રહેવાને કારણે ઘણી મોટી ફિલ્મો સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તેમજ વેબ સીરીઝે પણ દર્શકોનું ઘણું મોનરંજન કર્યું છે. હવે ૨૦૨૧માં પણ મનોરંજનનો આ સિલસિલો ઓટીટી પ્લેટફોર્મ્સ પર ચાલુ રહેશે, તો આવો જાણીએ કે નવા વર્ષના પહેલા મહિનાની શરૃઆત કઈ ફિલ્મો અને વેબ-સીરીઝ સાથે થશે.

પહેલી જાન્યુઆરીએ ઝી૫ પર નેલ પોલિશ આવશે, જેનું નિર્દેશન બગ્સ ભાર્ગવ કૃષ્ણએ કર્યું છે. નેલ પોલિસ એક ઈન્ટેન્સ કોટ રૃમ ડ્રામા છે, જેમાં અર્જુન રામપાલ એક વકીલના રોલમાં જોવા મળશે અને ૩૮ બાળકોની હત્યાના આરોપીના બચાવમાં જોવા મળશે. ફિલ્મમાં માનવ કૌલ અને આનંદ તિવારી મુખ્ય ભૂમિકામાં દેખાશે. અર્જુન રામપાલે જાગરણ ડોટ કોમ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે તેમણે પોતાના કાક પાસેથી પ્રેરણ લીધી છે, જે એક જાણીતા વકીલ છે.

૭ જાન્યુઆરીએ ઝી૫ પર જ સતીશ કૌશિક નિર્દેશિત ફિલ્મ કાગઝ રિલીઝ થશે. આ વાસ્તવિક વાર્તા પર બનેલી ફિલ્મ છે, જેમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કર્યું છે. ફિલ્મની વાર્તા ભરત લાલ મૃતકની આસપાસ ફરે છે, જેને સરકારી દસ્તાવેજોમાં મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો અને તે સિસ્ટમથી પોતે જીવંત છે એની લડાઈ લડે છે.

એમેઝોન પ્રાઈમ વીડિયો પર ૮ જાન્યુઆરીએ આર માધવન અને શ્રદ્ઘા શ્રીનાથની ફિલ્મ મારા રિલીઝ થશે. આ તેલુગુ ફિલ્મ છે, જેનું નિર્દેશ દિલીપ કુમારે કર્યું છે. મારા મલાયલમ ફિલ્મ ચાર્લીનું ઓફિશિયલ રીમેક છે.

નેટફ્લિકસ પર ૨૨ જાન્યુઆરીએ પ્રિયંકા ચોપડા અને રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ ધ વાઈટ ટાઈગર રિલીઝ થશે. આ અરવિંદ અડિગાની આ જ નામની સૌથી વધુ વેચાયેલી નવલકથા પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન રામિન બહરાણીએ કર્યું છે. આ ફિલ્મથી આદર્શ ગૌરવ પોતાની ફિલ્મી ઈનિંગ્સની શરૃઆત કરશે.

સેક્રેડ ગેમ્સ જેવી જબરદસ્ત લોકપ્રિય વેબ સીરીઝથી ઓટીટીની દુનિયામાં ધૂમ મચાવનાર સૈફ અલી ખાન હવે તાંડવમાં એક પોલિટિશિયનના લીડ રોલમાં જોવા મળશે, જે એમેઝોન પ્રાઈમ પર ૧૫ જાન્યુઆરીએ આવી રહી છે. આ સીરીઝમાં ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, મોહમ્મદ ઝીશાન અયૂબ અને તિગ્માંશુ ધૂલિયા જેવા સક્ષમ કલાકારો ઘણી મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, સારા ઝેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનૂપ સોની, હિતેન તેજવાની, પરેશ પહૂજા અને શોનાલી નાગરાની પણ નજર આવશે. આ સીરીઝનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. અલી અને ડિમ્પલનું આ ડિજિટલ ડેબ્યૂ છે.

ઝી૫ પર ૨૨ જાન્યુઆરીએ ઝિદ રિલીઝ થશે. આ સીરીઝમાં અમિત સાધ લીડ રોલમાં જોવા મળશે. આ સીરીઝ સાથે નિર્માતા બોની કપૂર ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યા છે. અમૃતા પુરી ફીમેલ લીડ રોલમાં છે.

(10:29 am IST)