Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

હું મારી રીતે રહુ છું: મોનાલિસા

ભોજપુરી ફિલ્મોની ખુબ જાણીતી અભિનેત્રી અને સોથી વધુ ભોજપુરી ફિલ્મો કરી ચુકેલી મોનાલિસા ટીવી પરદા પર આવ્યા પછી વધુને વધુ ચાહકોમાં જાણીતી બની છે. ટીવી પરદે ડાયનનો રોલ નિભાવીને ડરાવતી મોનાલિસા સોશિયલ મિડીયા પર સતત અવાર-નવાર પોતાની હોટ-બોલ્ડ અને આકર્ષક તસ્વીરો પોસ્ટ કરી ચાહકોના મન મોહતી રહે છે. આ વખતે સાડી અને ભરપુર શ્રૃંગાર સાથેની તસ્વીરો તેણે પોસ્ટ કરી છે. જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે. મોનાલિસા મરૂન રંગની સાડી અને ગોલ્ડન જ્વેલરીમાં દીપી ઉઠી છે. મરૂન લિપ્સ્ટીક અને કપાળે ચાંદલો તેના લૂકને ચારચાંદ લગાવી રહ્યા છે. તેણે કાતિલાના અંદાજમાં પોઝ આપ્યા છે. મોનાલિસા કહે છે હું ભલે પરફેકટ ન હોઉ, પરંતુ હું હમેંશા મારી રીતે રહુ છું.  અગાઉ નજર, નજર-૨માં ડાયન બનેલી મોનાલિસા હાલમાં નમક ઇશ્ક દા શોમાં જોવા મળી રહી છે. બંગાળી અને કન્નડ ફિલ્મો પણ તે કરી ચુકી છે.

(9:36 am IST)