Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

અમને ત્રણેયને સાથે કામ કરવામાં કોઇ તકલીફ નથી હોતીઃ અજય દેવગણ

રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. સાથે કેટરીના કૈફને લેવામાં આવી છે. આ ફિલ્મ ૨૭મી માર્ચના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મનું એક ટિઝર સામે આવ્યું હતું જેના કારણે આ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુકતા વધી ગઇ છે. ફિલ્મમાં એક, બે નહિ ત્રણ-ત્રણ સુપરસ્ટાર જોવા મળવાના છે. દર્શકોને એકશનનો ડોઝ પણ ત્રણગણો વધુ જોવા મળશે. સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે સિંઘમ અજય દેવગણ અને સિમ્બા રણવીરસિંહ પણ ખાસ ભુમિકામાં દેખાશે. આ બંનેનો ફિલ્મમાં ગેસ્ટ રોલ હશે. અજયએ સિમ્બામાં પણ સિંઘમના રોલમાં એન્ટ્રી કરી હતી. અજયએ આ ફિલ્મ વિશેના પોતાના રોલ બાબતે કહ્યું હતું કે અક્ષય, મને અને રણવીરસિંહને એક સાથે લઇ આવવા એ ખુબ સારો વિચાર છે. મેં અને અક્ષયએ એક સાથે જ કારકિર્દી શરૂ કરી હતી. અમે બંને એકબીજાનું સન્માન કરીએ છીએ. અમારી વચ્ચે ખુબ જ પ્રેમ છે. હવે રણવીર પણ સામેલ થયો છે. અમે ત્રણેય એવા કલાકાર છીએ જેને એક સાથે કામ કરવામાં કોઇ તકલીફ પડતી નથી. અજય અને અક્ષયએ નેવું દાયકામાં ઘણી ફિલ્મો સાથે કરી હતી. અક્ષય સૂર્યવંશીમાં ડીસીપી વીર સૂર્યવંશીના રોલમાં છે.

 

(9:58 am IST)