Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ટેલિવિઝન બાદ ફિલ્મી દુનિયામાં ઓળખ બનાવનાર મૌની રોય વેકેશનની મજા માણે છે દુબઇમાં

ટેલિવિઝન બાદ ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર મૌની રોય પોતાના મિત્રો સાથે દુબઇમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ એન્જોય કરતી જોવા મળી.

કૂલ અંદાજમાં જોવા મળી મૌની રોય

બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રિપ્ડ આઉટફિટમાં મૌની રોયનો કૂલ અંદાજ જોવા મળ્યો. તસવીરમાં મૌની રોય રેડ કલરની બેગ સાથે ખુલા વાળમાં જોવા મળી.

ઇન્સ્ટાગ્રામ પર ફોટો કર્યા શેર

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘મને પુસ્તકો, ફૂડ, ઘુંઘરૂ, હોટ કોફી અને આ લોકો આપો’. આ પોસ્ટ સાથે મૌની રોયે તેના મિત્રો હુસેન દલાલ અને અનિશા વર્માને ટેગ કર્યા.

(4:40 pm IST)