Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પિતા અનિલ સાથેની સોનમ કપૂરની ફિલ્મ આવશે ફેબ્રુઆરીમાં

સોનમ કપૂરની ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં સોનમ સાથે રાજકુમાર રાવ અને જુહી ચાવલા મુખ્ય રોલમાં છે. તો તેના પિતા અનિલ કપૂર પણ આ ફિલ્મમાં ખાસ રોલ નિભાવી રહ્યા છે. નિર્દેશક શૈલી ચોપડાની આ ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપડા છે. ટ્રેલર જોતાં સ્ટોરી ખુબ દિલચશ્પ હોવાનું લાગે છે. જો કે કહાનીમાં શું ટ્વિસ્ટ છે તે ફિલ્મ રિલીઝ વખતે જાણવા મળશે. પંજાબી પરિવારની સ્વીટી (સોનમ)ના લગ્ન તેના પિતા અનિલ કપુર સારા પરિવારના છોકરા સાથે કરાવવા ઇચ્છે છે. પરંતુ સ્વીટીના લગ્ન નથી થઇ શકતાં તેની પાછળ એક મોટુ રહસ્ય છુપાયેલુ છે. આ રહસ્ય સાથે લાગણી પણ જોડાયેલી હોય તેવું લાગે છે. પહેલી ફેબ્રુઆરીના રોલ આ ફિલ્મ રિલીઝ થવાની છે.

(9:38 am IST)