Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

60 વર્ષની મહિલાનો અભિનય કરતી નજરે પડશે તાપસી પન્નુ

મુંબઇ: તાપસી પન્નુની હાલ રીલિઝ થયેલી ફિલ્મ ની સફળતાના આંનદ સાથે આગામી ફિલ્મના શૂટિંગમાં  વ્યસ્ત થઇ  ગઇ છે. તાપસી આગામી ફિલ્મમાં ૬૦ વરસની વૃદ્ધાનું પાત્ર ભજવતી જોવા મળશે. તાપસી અનુરાગ કશ્યપના પ્રોડકશન હેઠળની ફિલ્મ'સાંડ કી આંખ'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન હિરાનંદાની કરી રહ્યો છે. આ ફિલ્મમાં તાપસી સાથે ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા હરિયાણાની ચંદ્રો તોમર અને પ્રકાશો તોમરની જિંદગી પરઆધારિત છે. જેને લોકો 'શૂટર દાદી' તરીકે ઓળખે છે. જે દુનિયાની સૌથી વધુ વય ધરાવતી શાર્પ શૂટર છે. ફિલ્મમાં તાપસી ૬૦ વરસની ચંદ્રો તોમરના પાત્રમાં જોવા મળશે. તેણે જણાવ્યું હતુ ંકે, '' મારા  કરતાં બમણી વયનું પાત્ર ભજવતી મહિલાના ગેટએપમાં મને મારી જાતને જોઇને આશ્ચર્ય થાય છે. મારી માતા સેટ પર આવી હતી ત્યારે મને જોઇને અચંબામાં પડી ગઇ હતી. આ પાત્ર મારી અત્યાર સુધીની કારકિર્દીનો પડકારજનક રોલ છે.  તાપસીએ વધુમાં જણાવ્યું હતું કે, '' ફિલ્મમાં  હું જે પાત્ર ભજવી રહી છું તેની સાથે અંગત રીતે મારે કોઇ સમાનતા નથી. હું ૬૦ વરસની થઇશ ત્યારે મને કેવી ફીલિંગ થતી હશે તે હું વિચારી શકતી નથી. ચંદ્રો અને પ્રકાશોના અમે સતત સંપર્કમાં છીએ અને તેઓ ભૂમિકા ભજવવા અમને મદદ કરી રહ્યા છે. 

(5:12 pm IST)