Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

ટોપ સ્ટારના લિસ્ટમાં શાહરૂખને પાછળ છોડયો દીપિકા પાદુકોણે

ઇન્ટરનેટ મૂવી ડેટા બેઝના લિસ્ટના આધારે તે ર૦૧૮ ના લિસ્ટમાં ટોચ પર છે

મુંબઇ તા. ૧૯ :.. દીપિકા પાદુકોણે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને પાછળ છોડી દીધો છે. દુનિયાની સૌથી જાણીતી એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ ઇન્ટરનેટ મૂવી ડેટા બેઝ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં દીપિકા પાદુકોણ ટોચપર છે. 'પદ્માવત' અને એની કન્ટ્રોવર્સીને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને ત્યારબાદ તેનાં લગ્નએ પણ તેને લાઇમલાઇટમાં રાખી હતી. આ લિસ્ટમાં તે પહેલા ક્રમે છે તો શાહરૂખ બીજા ક્રમે છે.

ઇન્ટરનેટ મુવી ડેટા બેઝએ સ્ટાર રેન્કિંગ મીટરનો ઉપયોગ કરીને આ લિસ્ટ બહાર પાડયું છે. આ લિસ્ટમાં કઇ સેલિબ્રિટીઝના પેજને કેટલા વ્યુ મળે છે. એના આધારે આ નામ જાહેર કરવામાં આવ્યા છે.

(11:51 am IST)