Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

ચાર-ચાર મોટા પ્રોજેકટમાં વ્યસ્ત છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચે અફેર હોવાની ચર્ચાઓ રોજબરોજ થતી રહે છે. આ બંને રિલેશનશીપમાં હોવાનું પણ કહેવાય છે. હાલમાં જ બંનેએ સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મનું બુલ્ગારીયામાં સાથે શુટીંગ કર્યુ છે. મહેશ ભટ્ટે પણ આલિયા અને રણવીર પ્રેમમાં હોવાની વાત કરી હતી. ત્યારે તાજેતરમાં ટ્વિટર પર ચાહકોના સવાલોના જવાબ આપી રહેલી આલિયાને હિમાંશુ કિકાણી નામના એક ચાહકે શું હું તમને આલિયા કપૂર કહી શકું? તેમ પુછતાં આલિયાએ શું હું તમને હિમાંશુ ભટ્ટ કહી શકું? તેવો જવાબ આપ્યો હતો. આલિયા હાલમાં બ્રહ્માસ્ત્ર, કલંક, ગલીબોય અને તખ્ત નામની ચાર ફિલ્મોના કામમાં વ્યસ્ત છે. ગલીબોયમાં તેની સાથે રણવીર સિંહ છે. જ્યારે તખ્ત કરણ જોહરની ફિલ્મ છે. બ્રહ્માસ્ત્રનું મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે.

(9:45 am IST)