Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

શાહરુખ ખાનને રામાયણ પુસ્તકને લઈને કહી આ મોટી વાત...: જાણીને તમે પણ કરશો કિંગ ખન્ના વખાણ

મુંબઈ:શાહરૂખ ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘ઝીરો’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને પોતાના જીવનનાં ઘણા રહસ્યો ઉજાગર કર્યા છે. શાહરૂખ ખાને કહ્યું કે, “હું મારા બાળકો અને દેશનાં બધા જ યુવાનોને કહીશ કે જિંદગીમાં એવું કંઇપણ ખરાબ નથી હોતુ, જેનાથી તમને લાગે કે હવે જિંદગી પૂર્ણ થઈ ગઈ. આનુ ઉલ્ટુ પણ જાણી લો કે, કોઈ સફળતા એવી નથી હોતી જેના મળવાથી તમે માની લો કે જિંદગી પુરી થઈ ગઈ.” શાહરૂખ ખાનને પ્રશ્ન કરવામાં આવ્યો કે જો દુનિયાનાં બધા જ પુસ્તકો નાશ પામી રહ્યા હોય અને કોઈ 3 પુસ્તકો બચાવવાનાં હોય તો તે કયા પુસ્તકને બચાવશે? તેનો જવાબ આપતા શાહરૂખ ખાને જણાવ્યું કે, “હું સૌથી પહેલા રામાયણ બચાવવા ઇચ્છીશ. આની વાર્તા ઘણી જ અદ્ભુત છે. બીજું અંગ્રેજીનું પુસ્તક ડગલસ એડમ્સની ‘હિચહાઇકર્સ ગાઇડ ટૂ ધ ગેલેક્સી’ જે ઘણી જ ફની છે. ત્રીજુ પુસ્તક, જો મારું પોતાનુ પુસ્તક પૂર્ણ થઈ જાય તો તેને બચાવવા ઇચ્છીશ.” તે વધુમાં કહે છે કે, “મારી બાયોગ્રાફીને હું 16 વર્ષથી લખી રહ્યો છું, પરંતુ પુરી જ નથી થઈ રહી. મને લાગતુ હતુ કે દીકરા આર્યનનાં જન્મ પર પૂર્ણ થઈ જશે, પરંતુ પછી દીકરી સુહાના થઈ; તેને નહોતો છોડી શકતો. હવે અબરામ થઈ ગયો છે. જીવનમાં ઘણી નાના-મોટા મીલનાં પથ્થર જેવી ક્ષણો આવી છે, જેને તેમા સમાવી લેવા માંગુ છું.”

 

(4:50 pm IST)