Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ઇમરાન હાશ્મી બનશે નિર્માતા

મુંબઈ:ઇમરાન હાશ્મી હંમેશાથી માને છે કે, તેની 'સીરિયલ કિસર 'ની ઇમેજે તેની એક અલગઓળખ ઉભી કરી છે. પરંતુ હવે તે નિર્માતા બની ગયો છે, અને પોતાના હોમ પ્રોડકશનમાં ફિલ્મોનું નિર્માણ કરે છે. ત્યારે તેણે પોતાની કારકિર્દીને લગતો એક મહત્વનો નિર્ણય લીધો છે.ઇમરાને હવેથી રૃપેરી પડદે ચુંબન દ્રશ્યો ન ભજવવાની ઘોષણા કરી છે,એટલું જ નહીં પોતાના બેનર હેઠળ બનનારી ફિલ્મોમાં પણકિસિંગ દ્રશ્યોનો સમાવેશ કરશે નહીં. ઇમરાને જણાવ્યું હતું કે, '' હવેથી હું રૃપેરી પડદે ચુંબન દ્રશ્યો ભજવીશ નહીં. હું જાણું છે કે, સીરિયલ કિસર તરીકેની મારી ઇમેજ છે.પરંતુ હવે મારે આવા દ્રશ્યો ભજવવા નથી. મેં હવે નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું છે. મને ચુંબન દ્રશ્યો યોગ્ય ન લાગતા હોવાથી મેં આ  નિર્ણય લીધો છે. મારા બેનર હેઠળ બનનારી ફિલ્મોમાં પણ કિસિંગ દ્રશ્યોનો હું સમાવેશ કરીશ નહીં.પોતાની પ્રથમ નિર્માણ ફિલ્મ તેણે આપણી શિક્ષણ વ્યવસ્થા પર બનાવી છે.હજી સુધી આ વિષય પર ફિલ્મ બની નથી. ઇમરાને તેી કારકિર્દીમાં ૧૦  ફ્લોપ ફિલ્મો આપી છે. જોકે તે કદી નિરાશ થયો નથી. તેણે દરેક ફિલ્મથી નવી શીખ લીધી છે. 

(4:48 pm IST)