Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ફિટ એન્ડ હિટ મંદિરા રાહ જોઇ રહી છે ફિલ્મ 'સાહો'ની

મંદિરા બેદી મોટે ભાગે મિડીયાથી દુર રહે છે. આમ છતાં તે સોશિયલ મિડયા પર સતત પોતાની સ્ટાઇલીસ તસ્વીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે. ૪૫ વર્ષની મંદિરા આજે પણ એટલી જ ફિટ અને હોટ દેખાય છે. ટીવી સિરીયલ શાંતિ થકી ઘર-ઘરમાં ઓળખ ઉભી કરનારી મંદિરા આજે પણ પોતાની ઉમર કરતાં ખુબ નાની દેખાય છે. તે એક બાળકની માતા પણ છે. આમ છતાં તેણે પોતાના શરીરને ફિટ રાખ્યું છે. મંદિરા ફિટનેસ બાબતે ખુબ જ સચેત રહે છે. મંદિરા તેની ફિલ્મ વોડકા ડાયરીને કારણે પણ ખુબ ચર્ચામાં રહી હતી. તે અભિનય સિવાય ફેશન ડિઝાઇનીંગ, મોડેલિંગ અને ટીવી પ્રેઝન્ટર તરીકે પણ કામ કરે છે. હવે તે બાહુબલી ફેઇમ સુભાષની ફિલ્મ સાહોમાં મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની તે આતુરતાથી રાહ જોઇ રહી છે. સુભાષ સાથે શ્રધ્ધા કપુર હિરોઇન છે.

(10:37 am IST)