Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ડાન્સ આધારિત ફિલ્મની જોડી બનશે વરુણ-કેટરીના

મુંબઈ:ડાન્સ પર આધારિત ફિલ્મમાં વરુણ ધવન અને કેટરીના કૈફ ધૂમ મચાવવા આવી રહ્યા છે. હકીકતમાં ભવ્ય ફિલ્મનું શૂટિંગ વરસના અંતમાં શરૂ થવાનું હતું પરંતુ હવે આવતા વરસે ફ્લોર પર જશે અને એક શિડયૂલમાં પૂરી કરાશે. વરુણ અને કેટરીનાની પણ મુજબ તારીખ લેવામાં આવી છે કારણ ફિલ્મ -ડીમાં રિલીઝ થવાની હોવાથી પોસ્ટ પ્રોડક્શનમાં ઘણો સમય લાગી જશે. ફિલ્મનું નામ હજુ ફાઇનલ નથી થયું પણ રિલીઝની તારીખ આવતા વરસે નવેમ્બર નક્કી કરાઈ છે. ફિલ્મનું દિગ્દર્શન રેમો ફર્નાન્ડીઝ કરવાના છે. એટલે શક્ય છે કે આગામી ફિલ્મ એબીસીડી પ્રકારની હોઈ શકે. રેમોના ફેવરિટ પ્રભુ દેવા, રાઘવ જુઅલ, પુનિત પાઠક, ધર્મેશ યેલાંડે પણ ફિલ્મમાં હોઇ શકે છે.

(4:03 pm IST)