Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’નું બીજું મોશન પોસ્ટર રિલીઝ: ફાતિમા સના જોવા મળી ‘જાફિરા’નો લુકમાં

મુંબઈ:અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખની આવનારી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’નું જ્યારથી ટીઝર રીલીઝ થયું છે, આ ફિલ્મને લઇને સતત ચર્ચાઓ બની છે. આ વર્ષે દીવાળીનાં રીલીઝ થનારી આ મલ્ટીસ્ટાર ફિલ્મનું પહેલુ પોસ્ટર ગઈકાલે રીલીઝ કરવામાં આવ્યું હતુ. પોસ્ટરમાં આ ફિલ્મને લઇને અમિતાભ બચ્ચનનો લૂક જબરદસ્ત બનાવવામાં આવ્યો છે. તો હવે ફાતિમા સના શેખનો લૂક રીલીઝ થયો છે. ફાતિમા સના શેખની આમિર ખાન સાથે આ બીજી ફિલ્મ છે. ફિલ્મમાં ફાતિમા ‘જાફિરા’નું પાત્ર નિભાવી રહી છે. જાફિરાનાં લૂકમાં ફાતિમા તીરંદાજી કરતી જોવા મળી રહી છે. આ મોશન પોસ્ટરને શેર કરતા આમિર ખાને લખ્યું કે, ‘ધ વૉરિયર ઠગ. આના નિશાનાથી બચીને રહો.’ પોસ્ટરમાં ફાતિમાની પાછળ એક વિશાળ કિલ્લો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા અમિતાભનો લૂક પણ સામે આવ્યો હતો. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ‘ખુદાબક્શ’નાં પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં બીગ બી પાણીનાં જહાજમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 1839નાં એક ઉપન્યાસ ‘કંફેશસ ઑફ ઠગ્સ’ પર આધારિત છે. ફિલ્મ માલ્ટા અને રાજસ્થાનમાં શૂટ કરવામાં આવી છે.

(4:58 pm IST)