Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દિપીકા વગર ગમગીન થઇ ગયો સોયેબ ઇબ્રાહીમ

ટીવી પર રિયાલીટી શો બીગ બોસ-૧૨ શરૂ થઇ ગયો છે. જેમાં દિપીકા કક્કડે પણ દમદાર એન્‍ટ્રી લીધી હતી. પત્‍નિ આ શોમાં ભાગ લેવા જતાં તેનો પતિ શોયેબ ઇબ્રાહીમ દુઃખી થઇ ગયો છે. તે પોતે જ દિપીકાને ઉઠાવીને બીગ બોસના સ્‍ટેજ સુધી લાવ્‍યો હતો. તે વખતે દિપીકાની આંખમાં પણ આંસુ આવી ગયા હતાં. શોયેબે ભલે હસતા મોઢે દિપીકાને બિગ બોસના ઘરમાં વિદાય આપી હોઇ, પણ પાછળથી તે એકલો થઇ ગયાનું દુઃખ છુપાવી શક્‍યો નહોતો. તેણે એક વિડીયો સોશિયલ મિડીયામાં પોસ્‍ટ કરી પોતે પત્‍નિ વગર એકલો થઇ ગયાનો લાગણીશીલ અંદાજ રજૂ કર્યો હતો. વિડીયો પોસ્‍ટ કરી શોયેબે લખ્‍યું હતું કે મારી દુનિયા અત્‍યારે બિગ બોસ હાઉસમાં છે. મને સતત સપોર્ટ આપનારી આ મારી દુનિયાને અત્‍યારે હવે બધાના સપોર્ટની જરૂર છે. તેણે પત્‍નિને ઉદ્દેશીને લખ્‍યું હતું કે તારો પરિવાર, મિત્રો, ફ્રેન્‍ડસ બધા જ તારી સાથે છે.

(10:17 am IST)