Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

‘રંગીલા રાજા'માં ગોવિંદાનો ડબલ રોલ

ગોવિંદા બોલીવૂડમાં ફરીથી જમાવટ કરવા આવી રહ્યો છે. તેની ફિલ્‍મ ‘રંગીલા રાજા' આવી રહી છે.આ ફિલ્‍મમાં ગોવિંદા ફરીથી તેના જૂના અંદાજમાં જોવા મળશે. નિર્દેશક પહેલાજ નિહલાની સાથે ગોવિંદા ૨૫ વર્ષ પછી સાથે કામ કરી રહ્યો છે. આ જોડીએ સાથે મળીને અગાઉ ઇલ્‍ઝામ, શોલા ઓૈર શબનમ, આંખે જેવી સુપરહિટ ફિલ્‍મો આપી હતી. રંગીલા રાજામાં ગોવિંદા ડબલ રોલમાં છે. પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે ગોવિંદાને દર્શકોએ અનેક ફિલ્‍મોમાં ખુબ સારું કામ કરતો અને કોમેડી કરતો જોયો છે. પણ આ ફિલ્‍મમાં ગોવિંદા જે રીતનો કોમેડિયન જોવા મળશે તેવો આ પહેલા કદી જોવા મળ્‍યો નથી. ગોવિંદાએ પોતાની કારકિર્દીમાં આઠ વખત ડબલ રોલ કર્યો છે.

જેમાં બડે મિંયા છોટે મિંયા, એ જેન્‍ટલમેન, આંખે, વાહ તેરા ક્‍યા કહેના જેવી ફિલ્‍મો સામેલ છે. હવે રંગીલા રાજામાં શું નવું હશે તે જાણવા આવતા મહિના સુધી રાહ જોવી પડશે. નવી હિરોઇનો મિસિકા ચોૈરસીયા, અનુપમા અગ્નિહોત્રી અને દિગાંગના સૂર્યવંશી પણ જોવા મળશે.

(10:17 am IST)