Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

હેલનના રેટ્રો લુકમાં જોવા મળશે દિશા પટાની

મુંબઈ: અભિનેતા સલમાન ખાન અભિનીત ફિલ્મ ભારત શરૂ થઇ ત્યારથી ચર્ચામાં છે. કયારેક કાસ્ટિંગ માટે તો કયારેક ફિલ્મની સ્ટોરી અને થીમ માટે ફિલ્મ સમાચારોમાં છે. ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતમાં પહેલીવાર સલમાન ખાન સાથે અભિનેત્રી દિશા પટણી સિલ્વર સ્ક્રીન શેયર કરવાની છે. દિશાની આ પોતાની ફિલ્મી કારકિર્દીની ત્રીજી ફિલ્મ છે. દિશા ફિલ્મમાં સર્કસ આર્ટિસ્ટના કિરદારને ન્યાય આપવાની છે. ફિલ્મ દરમિયાન દિશા એ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપવાની છે જેમાં તે સલમાનની સાવકી માતા હેલનના રેટ્રો લુકમાં જોવા મળવાની છે. દિશા સંપૂર્ણ ફિલ્મ દરમિયાન રેટ્રો લુકમાં જ જોવા મળવાની છે.

(12:41 pm IST)