Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

શ્રીરામ રાઘવન બનાવશે પરમીવર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલની બાયોપિક

મુંબઈ: બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક ફિલ્મોનો દોર શરુ થયો છે. ત્યારે હવે ડાયરેક્ટર શ્રીરામ રાઘવન અને પ્રોડયુસર દિનેશ વિઝને પરમીવર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલના જીવન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સેનાના બીજા લેફ્ટિનન્ટ અરુણ ખેત્રપાલ ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહિદ થયા હતા.

 શહિદ થયા બાદ ભારત સરકારે તેમને શુરવીરતા માટે આપવામાં આવતા સૌથી મોટા મિલેટરી એવોર્ડ પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. પ્રોજેક્ટ અંગે મેડડોક કંપનીએ પોતાના ઓફીશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને જણાવ્યુ કે, દિનેશ વિઝન અને શ્રીરામ રાઘવન બદલાપુર બાદ પરમવીર ચક્ર સેકન્ડ લેફ્ટિનન્ટ અરુણ ખેત્રપાલની શાનદાર વાર્તા પર ફરી સાથે કામ કરી શકે છે. ફિલ્મની કાસ્ટ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. પહેલા વિઝન અને રાઘવને રીવેંજ થ્રિલર ફિલ્મ બદલાપુર બનાવી હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં વરુણ ધવન અને યામી ગૌતમી, નવાઝુદ્દીન સિદ્દકી મુખ્ય ભૂમિકામાં નજરે પડયા હતા. જોકે વખતે તેઓ તદ્દન અલગ પ્રકારની ફિલ્મ કરવા જઈ રહ્યા છે.

(4:24 pm IST)