Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ફિલ્મ ફન્નેખાનનુ રાજકુમારનું શુટિંગ થયું પૂરું

મુંબઈ: નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવે જણાવ્યું હતું કે મેં મારી આગામી ફિલ્મ ફન્નેખાનના મારા હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કર્યુ ંહતું. ફિલ્મમાં રાજકુમાર રાવ પહેલીવાર સિનિયર અભિનેતા અનિલ કપૂર, ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને દિવ્યા દત્તા સાથે ચમકી રહ્યો છે. એણે ટ્વીટર પર લખ્યું હતું કે એક અનોખી અભિનય યાત્રાનો પડાવ પૂરો થયો. મેં મારા ભાગના ફન્ને ખાનના શૂટિંગને પૂર્ણ કર્યું હતું. રાવે સમગ્ર યુનિટનો પણ જાહેરમાં આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે ત્રીજી ઑગષ્ટે રજૂ થનારી ફિલ્મનંુ ટ્રેલર ટૂંક સમયમાં અમે રજૂ કરીશું. ફિલ્મનંુ નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યું છે. રાવે એમનો પણ વ્યક્તિગત આભાર માન્યો હતો ફિલ્મના પોતાના પાત્રને જીવંત કરવા રાજકુમાર રાવે દસ કિલો વજન ઊતાર્યું હતું. ફિલ્મની વાર્તા કંઇક અંશે આમિર ખાનની હિટ ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર જેવી છે. ફરક માત્ર એટલો છે કે સિક્રેટ સુપરસ્ટારમાં ગાયિકા બનવા માગતી પુત્રીને પિતાનો જરાય સપોર્ટ નથી જ્યારે ફિલ્મમાં ગાયિકા બનવા માગતી પુત્રીને પિતા મદદ કરે છે.

(4:23 pm IST)