Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અનુરાગ બસુ મારા ગૉડફાધર છે: કંગના રનૌત

મુંબઈ: અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે કહ્યું હતું કે ફિલ્મ સર્જક અનુરાગ બસુ મારા ગૉડફાધર છે. એમની ફિલ્મથી મારી અભિનય યાત્રા શરૃ થઇ હતી. ૨૦૦૬માં અનુરાગ બસુએ ગેંગસ્ટર ફિલ્મ બનાવી ત્યારે પહેલીવાર કંગનાને તક આપી હતી. ફિલ્મમાં ઇમરાન હાશમી અને શાઇની આહુજા ચમક્યાં હતા. ત્યારબાદ શાઇની એક કહેવાતા રેપ કેસમાં જેલમાં ગયો. ફિલ્મમાં કંગના સગીર વયની હોય એવી નિર્દોષ હતી પરંતુ પોતાના અભિનયથી એણે વર્ષના કેટલાક એવોર્ડઝ્ મેળવ્યા હતા. લગભગ બાર વર્ષ પછી હવે ફરી કંગના અને અનુરાગ બસુ ભેગા થઇ રહ્યા છે. જો કે આમ તો તેમની એકબીજાની સાથે ત્રીજી ફિલ્મ છે. ફિલ્મને બસુએ ઇમલી નામ આપ્યું છે. હાલ કંગના રાજકુમાર રાવ સાથે એકતા કપૂરની ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું શૂુટિંગ લંડનમાં કરી રહી છે. ત્યારબાદ એે અશ્વિની આયર તિવારીની કબડ્ડી ફિલ્મ કરશે અને પૂરી થયા બાદ અનુરાગની ફિલ્મ શરૃ થશે. એટલે કે આવતા વર્ષે ફિલ્મ ફ્લોર પર જાય એવી શક્યતા છે. કબડ્ડી વર્ષના ઓક્ટોબરમાં ફ્લોર પર જશે. કંગનાએ તાલીમ લેવાની શરૃઆત કરી દીધી હતી

(4:22 pm IST)