Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ફરી એકવાર સાથે કામ કરશે ભવાની આયર અને મેઘના ગુલઝાર

મુંબઇ:હોનહાર ફિલ્મ સર્જક મેઘના ગુલઝાર અને સ્ક્રીપ્ટ રાઇટર ભવાની આયર ફરી એકવાર સાથે કામ કરવાના છે એવી જાણકારી મળી હતી.અત્યાર અગાઉ બંનેએ રાઝી જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. હાલ બંને ભારતીય લશ્કરના પારસી સેનધ્યક્ષ ફિલ્ડ માર્શલ સામ માણેકશાની બાયો-ફિલ્મની તૈયારી કરી રહ્યાં હોવાની માહિતી મળી હતી. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં સામ માણેકશાએ ઝળહળતી કામગીરી કરી બતાવી હતી અને ભારત યુદ્ધમાં વિજયી નીવડયું હતું.

મેઘનાએ કહ્યંુ કે ફિલ્મમંા અમે વાર્તા કહેવાની દરેક કલા અને દરેક પાસાનો જબરદસ્ત ઉપયોગ કરવાના છીએ. સામ માણેકશા એક હસમુખા અને મિલનસાર લશ્કરી અધિકારી હતા અને ભારતીય લશ્કરના દરેક જવાન સાથે સાર ઘરોબો કેળવીને તેમનો વિશ્વાસ જીતી લેતા હતા. આવા સેનાપતિ બહુ ઓછા જોવા મળે. અમે એમના વ્યક્તિત્વના તમામ પાસાને સ્ક્રીપ્ટમાં આવરી લેવાના છીએ. એકવાર સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય ત્યારબાદ અમે સ્ટારકાસ્ટ નક્કી કરીશું. ત્યાં સુધી કશું કહી શકાય નહીં.

(4:22 pm IST)