Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સલમાન ખાનની ચોથી ફિલ્મ ત્રણ દિવસમાં જ 100 કરોડના ક્લબમાં સામેલ

મુંબઈ: રેસ-૩ને રીસ્પોન્સ સારો આપ્યો હોય, પરંતુ કમાણી મામલે ફિલ્મ ફરી ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ ત્રણ દિવસમાં ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જોકે, સલમાન ખાન જેવા સુપરસ્ટારની ફિલ્મ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થાય તે સામાન્ય વાત છે. આપને જણાવી દઈએ કે, બજરંગી ભાઈજાન, સુલ્તાન અને એક થા ટાઈગર બાદ સલમાનની ચોથી ફિલ્મ છે જે દિવસમાં ૧૦૦ કરોડ કરતા વધુ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ, રેસ-૩એ રવિવારે ૩૮ કરોડની કમાણી કરી છે, સાથે પ્રથમ વિકેન્ડ પર સલમાનની ફિલ્મે ૧૦૫ કરોડનો બિઝનેસ કર્યો છે. મહત્વનુ છે કે, ફિલ્મ રેસ-૩માં સલમાન ઉપરાંત બોબી દેઓલ, જેકલીન ફર્નાન્ડિસ, ડેઝી શાહ અને અનિલ કપુર મહત્વની ભૂમિકામાં છે. 

(4:22 pm IST)