Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અજય દેવગણના ડ્રીમ પ્રોજેક્ટ 'તાનાજી' 150 કરોડના ખર્ચે થશે તૈયાર

મુંબઈ :બોલીવુડના અભિનેતા અજય દેવગણ માટે ડ્રીમ પ્રોજેક્ટ સમાન ફિલ્મ તાનાજી પર અજય દેવગણે કામ શરૂ કરી દીધુ છે. એક અહેવાલ મુજબ આ ફિલ્મ આશરે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિના સુધીમાં શરૂ થઈ જશે. ફિલ્મનો બેઝ ઈતિહાસ આધારિત હોય હાલ ફિલ્મનુ રિસર્ચ વર્ક ચાલી રહ્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  ફિલ્મમાં વીએફએક્સ પર સૌથી વધુ ખર્ચ થવાની શક્યતા છે. હાલ અભિનેતા ફિલ્મ ટોટલ ધમાલમાં વ્યસ્ત છે.

(12:57 pm IST)