Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કોમેડી ફિલ્મમાં ગાયીકા બનશે આલિયા ભટ્ટ

બોકસ ઓફિસ પર ફિલ્મ રાઝીની સફળતા પછી આલિયા રાજી-રાજી છે. હવે તે એક ફિલ્મમાં ગાયીકાના રોલમાં જોવા મળે છે. આમ પણ અભિનય સાથે આલિયા ગાયિકા પણ છે. ફિલ્મોમાં તેણે ગીત પણ ગાયા છે. બરેલી કી બર્ફી ફેઇમ નિર્દેશક અશ્વિની અય્યર તિવારીની આગામી ફિલ્મમાં આલિયાને ગાયીકાનો રોલ મળ્યો છે. આ વાતને આલિયાએ જ સમર્થન આપ્યું છે. આ ફિલ્મનું લેખન નિખીલ મલ્હોત્રા સાથે મળીને અશ્વિનીના પતિ અને ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ કર્યુ છે. રાઝીમાં જાસૂસની ભૂમિકા નિભાવી વાહ-વાહ મેળવી ચુકેલી આલિયા હવે ગાયીકા બનશે. આ એક કોમેડી ફિલ્મ છે. એક છોકરી મોટી ગાયીકા બનવાનું સપનુ પુરૂ કરવા શું કરે છે તેની કહાની છે. આલિયા મૈં તેનું સમજાવા, એક કુડી, હમસફર...સહિતના ગીતો ગાઇ ચુકી છે.

(9:48 am IST)