Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બોલીવુડના અપવાદરૂપ કલાકરો અંગ્રજી સિવાય અન્ય ભાષામાં બોલવાનું પસંદ કરે છે: કંગના રનૌત

મુંબઇ: આપણી માતૃભાષા હિંદી છે પરંતુ અંગ્રેજી ભાષાનું ચલણ ભારતમાં વધુ છે. એટલું જ નહીં ભારતની સેલિબ્રિટીઓ પણ અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરતા હોય છે. પરંતુ આમાં અપવાદ કલાકારો પણ છે જે પોતાની ભાષા કે હિંદીમાં વાતચીત કરવાનું વધુ પસંદ કરે છે. કંગના રનૌત, અક્ષય કુમાર, રજનીકાન્ત અને ધનુષ એવા મુખ્ય કલાકારો છે જે હિંદી કે પછી પોતાની માતૃભાષામાં જ વાતચીત કરવાનું વધુ પસંદ કરે છે. કંગના રનૌત પોતાના અભિનય માટે લોકપ્રિય છે પરંતુ તેને નાનપણમાં ઊચ્ચ શિક્ષણ લઇ શકે તેમ નહોતી.પૈસા અને ખ્યાતિ મેળવવા કંગનાએ શાળાનું શિક્ષણ પૂરું થતાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૃઆત કરી હતી. પરિણામે તેનું અંગ્રેજી નબળું રહી હયું છે. અક્ષય કુમાર અંગ્રેજી ભાષામાં સારી રીતે વાતચીત કરી શકે છે. પરંતુ તે મોટા ભાગે હિંદીમાં જ વાત કરવાનું પસંદ કરે છે. કહેવાય છે કે અક્ષયને અંગ્રેજી ભાષા બોલવામાં વધુ ફાવટ ન હોવાથી તે હિંદીમાં વધુ વાતચીત કરવાનું પસંદ કરે છે. અભિનેતાને કરાટેનો શોખ નાનપણથી જ હોવાથી તેણે તે તાલીમ મેળવવા કોલેજમાં વધુ અભ્યાસ કર્યો નથી. ગરીબ પરિવારમાં જન્મેલો રજનીકાન્તે પોતાના જીવમાં કુલી, સુથાર અને બસ કંડકટર જેવી નોકરીઓ કરી છે. આર્થિક તંગીને કારણે તેઓ ઊચ્ચ શિક્ષણ મેળવી શક્યો નહીં પરિણામે તેનું અંગ્રેજી નબળું રહી ગયું છે. જોકે તે તમિલ ભાષામાં કડકડાટ વાતચીત કરી લે છે. ધનુષ જે રજનીકાન્તનો જમાઇ છે તે પણ અંગ્રેજીમાં વાત કરવાનું ખાસ પસંદ ન કરતા તમિલમાં જ વાતચીત કરે છે. રાખી સાવંત ચર્ચામાં રહેવા માટે વિવાદ ઊભો કરવા માટે જાણીતી છે. આ બોલ્ડ ગર્લને અંગ્રેજી ભાષા આવડતી નથી તે પોતાના દિલની વાત હિંદીમાં જ કહેવાનું પસંદ કરે છે.

 

 

(3:54 pm IST)