Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'મિલન ટોકીઝ'માં નેગેટિવ રોલ માટે સિકંદર ખેરની પસંદગી

મુંબઇ:  ફિલ્મ તેરે બિન લાદેન અને ટીવી સિરિયલ ૨૪માં ચમકેલા સિકંદર ખેરને  મિલન ટૉકિઝ ફિલ્મના વીલન તરીકે સાઇન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મ આગેવાન ફિલ્મ સર્જક તિગ્માંશુ ધૂલિયા બનાવી રહ્યા છે. સિકંદરે કહ્યું કે હું વરસોથી તિગ્માંશુ સર સાથે કામ કરવા ઉત્સુક હતો. એમણે મને વિલનના રોલ માટે પૂછ્યું ત્યારે મેં તરત તક ઝડપી લીધી. મેં ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી છે અને મારા રોલને બહુ સારો સ્કોપ છે એટલે મેં તરત હા પાડી દીધી. ઔઅલી ફઝલે ફિલ્મનંુ શૂટિંગ શરૃ કરી દીધું છે અને આગામી દસેક દિવસમાં સિકંદર ખેર પણ હાલ જ્યાં શૂટિંગ ચાલી રહ્યું છે   મથુર નગરીમાં પહોંચી જશે. એક યા બીજા કારણથી ફિલ્મ મિલન ટૉકિઝ પણ લાંબા સમયથી વિલંબમાં પડી હતી. હવે ફ્લોર પર ગઇ છે અને મેાટે ભાગે સમયસર પૂરી થઇ જશે એમ તિગ્માંશુ તથા એમની ટીમ માને છે. છેલ્લા એકાદ દાયકાથી સિંગલ સ્ક્રીન સિનેમા થિયેટરોની દશા બેઠી છે એવા વિષય પર બની રહેલી ફિલ્મમાં આશુતોષ રાણા, સંજય મિશ્રા અને યશપાલ શર્મા પણ ચમકી રહ્યાં છે. હાલ સિંગલ સ્ક્રીન થિયેટરોની સ્થિતિ કફોડી બની રહી છે.

 

 

(3:53 pm IST)