Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મન મોહી રહ્યું છે જૈકલીનનું વધુ એક આઇટમ સોંગ

કેટરીના, કરીના સહિતની ટોચની અભિનેત્રીઓ સુપરહિટ આઇટમ સોંગ આપી ચુકી છે. જૈકલીનના આવા સોંગ પણ હમેંશા હિટ રહ્યા છે. વધુ એક વખત તે ઠુમકા લગાવતી જોવા મળી છે. ટાઇગર-દિશાની ફિલ્મ બાગી-૨માં જૈકલીને મોહિની બનીને માધુરી દિક્ષીતના એક, દો, તીન સોંગ પર કમર લચકાવી છે. જૈકલીનની ગજબની અદા ચાહકોના મન મોહી રહી છે. ૧૯૮૦માં આવેલી ફિલ્મ તેજાબના માધુરી પર ફિલ્માવાયેલા આ ગીતે એ વખતે ધમાલ મચાવી દીધી હતી. આ ગીતને રિક્રીએટ કરવામાં ગણેશ આચાર્ય અને અહેમદ ખાને કોરિયોગ્રાફી કરી છે.  માધુરીના મુખ્ય સ્ટેપ્સને જેમના તેમ રખાયા છે. જ્યારે ગીતના શબ્દોમાં ફેરફાર કરાયોછે. શ્રેયા ઘોષલે ગીત ગાયુ છે અને મોર્ડન ટચ આપ્યો છે.

 

(10:17 am IST)