Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આમના શરીફ ઘરચોળા માટે કરશે એક લાખ રૂપિયાનો ખર્ચ!

કસોટી જિંદગી કે-૨ની કોમોલિકા...

મુંબઇ તા. ૩૧: અભિનેત્રી આમના શરીફ શો 'કસોટી જિંદગી કે-૨'માં કોમોલિકા તરીકે પ્રવેશ કરીને ટીવી પરદે ચર્ચા જગાવી ચૂકી છે. કોમોલિકા એવું અનોખું પાત્ર છે જેને આ પહેલા ઉર્વશી ધોળકિયા અને હિના ખાન જેવી અભિનેત્રીઓ ભજવી ચુકી છે. આમનાનુંઙ્ગ કોમોલિકા તરીકેનું પ્રદર્શન દેશભરમાં ફેલાયેલા દર્શકોના હૃદય જીતવામાં સફળ રહ્યું છે. આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની આ પ્રસ્તુતિ વડે ફરી એક વખત વધુ પ્રશંસા જીતશે તે વાતમાં કોઈ શંકા નથી. આમના આ શોનો ભાગ બન્યા બાદ પોતાને માટે એક ખાસ ભેટ લેવા જઈ રહી છે.

આમના શરીફે પોતાને માટેની ભેટની શોધ કરી લીધી છે, અને એવું લાગે છે કે તેની નજર એક ખાસ સાડી ઉપર છે. હાલમાં જ તેની નજર તેની એક મિત્રની ગુજરાતમાં ખાસ રીતે તૈયાર કરાયેલી ઘરચોળા સાડી ઉપર પડી હતી. એવું જાણવા મળ્યું છે કે તે હાથ બનાવટની ઘરચોળા સાડી માટે એક લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે!

જયારે આ વિશે પૂછ્યું ત્યારે આમના શરીફે જણાવ્યું કે, મારી એક ખાસ મિત્રએ મને નવરાત્રી દરમિયાન આ વિશેષ સાડીની વાત કરી હતી ત્યારથી હું તેની શોધમાં લાગી હતી. જેવી મારી નજર ઘરચોળા સાડી ઉપર પડી, મને ખ્યાલ આવી ગયો કે મારે મારી જાતને આ જ ભેટ આપવી છે! મારે ગુજરાતમાં બન્યું હોય તેવું અસલી ઘરચોળુ જોઇતું હતું.  આથી મેં તેની શોધ શરૂ કરી છે અને મને લાગે છે કે મારી શોધ પૂરી થવા આવી છે. આ મારી અત્યંત ખાસ પસંદગી પૈકીન એક બની રહેશે. 'કસોટી જિંદગી કે-૨ દર સોમવારથી  શુક્રવાર સાંજે ૮ વાગ્યે  સ્ટારપ્લસ પર પ્રસારીત થાય છે.

(11:37 am IST)