Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અજયની ટક્કર દિપીકા સાથે

અજય દેવગન અને સૈફ અલી ખાનની કેમિસ્ટ્રી ફરી એકવાર રૂપેરી પડદા પર જોવા મળશે. તેમની આગામી ફિલ્મ તનાજી ધ અનસંગ વોરિયરનું નવું પોસ્ટર બહાર પડતાં જ અસંખ્ય ચાહકોએ જોઇ લીધું હતું. આ બંને અભિનેતા એકદમ ગંભીર લૂકમાં જોવા મળી રહ્યા છે. અજયે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાનાજી અનસંગ વોરિયરના બે નવા પોસ્ટરો શેર કર્યા હતાં. જેમાં એક પોસ્ટરમાં અજય લાલ રંગની પાઘડી પહેરીને ઈન્ટિમેટ લૂકમાં જોવા મળે છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે સાવચેત રહો, તે તલવાર કરતાં વધુ ધારદાર છે'. અન્ય એક પોસ્ટરમાં સૈફ ચાલાકીથી હસતો જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, ઘા તલવાર કરતા પણ ઉંડા હોઈ શકે છે'. ફિલ્મ તાનાજીમાં અજય દેવગણ સુબેદાર તાનાજી માલુસારેની ભૂમિકા નિભાવી રહ્યો છે. આમાં સૈફ અને કાજોલ પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન ફિલ્મ્સ અને ટી-સિરીઝ કરી રહ્યા છે. ફિલ્મ અગાઉ ૨૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝની તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ સુધી લંબાવી દેવામાં આવી છે. મેઘના ગુલઝાર દિગ્દર્શિત દીપિકા પાદુકોણ સ્ટારર છપાક પણ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રીલિઝ થઈ રહી છે. જેથી અજય અને દિપીકાની ફિલ્મો વચ્ચે ટક્કર થશે તે નક્કી છે.

(10:24 am IST)