Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

હું વધારે દેખાડો કરવામાં માનતી નથીઃ દિવ્યાંકા

ટીવીની ખુબ જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પોતાના કામ પર ખુબ ધ્યાન આપતી રહે છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગીને બેલેન્સથી જીવી રહી છે.  દિવ્યાંકાએ તાજેતરમાં કિસિંગ સીન, બેબી પ્લાનિંગ અને બીજા તમામ મુદ્દે વાતચીત કરી હતી. તેણે બોલ્ડ સીન બાબતે કહ્યું કે, હું બોલ્ડ સીન કરવા માટે વધારે અનુકુળ નથી. વધારે દેખાડો કરવામાં હું માનતી નથી. કારણ કે દર્શકો ખુબ હોશીયા  છે. મેં વેબ સિરીઝ કોલ્ડ લસ્સી અને ચિકન મસાલાની શરૂઆત કરી ત્યારે જ ચોખવટ કરી હતી કે જો એવા કોઈ સીન કરવાની મારી પાસે તમે અપેક્ષા રાખતા હોય તો એ શકય નહિ બને.  હું એવી અભિનેત્રી નથી. વેબ સીરિઝમાં કેટલાક કિસિંગ સીન છે, કે જે મે નથી કર્યા. તમને એવું લાગશે કે હું કિસ કરૂ છું પણ એવું નથી. રાજીવ સાથે મારી કેમેસ્ટ્રી શાનદાર રહી છે. પ્રોડકશન ટીમે ખુબ કહ્યું કે હું કિસિંગ સીન માટે માની જાઉં. પણ એ શકય બન્યું નહોતું.

 

(10:23 am IST)