Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે ૪ મહિનામાં ૨૧ કિલો વજન ઘટાડ્યુ

બોલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ફિલ્મદમ લગા કે હઈશાથી ઈંડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે તે આટલી ગ્લેમરસ લાગી શકે છે. જો કે ભૂમિએ ફિલ્મ બાદ થોડા દિવસમાં પોતાનું વજન ઘટાડીને લોકોને ચોંકાવી દીધા. વજન ઘટાડવા માટે ભૂમિએ ઉતાવળ કર્યા વિના પ્લાનિંગ સાથે સમય લઈને વજન ઘટાડ્યું. આજે ભૂમિની ફિટનેસનું રહસ્ય આપણી સામે છે.

ખાવાપીવાની આદતો સુધારી

વજન ઘટાડવા માટે ભૂમિએ કસરતની સાથે ડાયટ પર પણ સૌથી વધારે ફોકસ કર્યું. જેના માટે ભૂમિએ ખાવા-પીવાની ટેવો બદલી. ડાયટમાં કેટલીક વસ્તુ ઉમેરી તો કેટલીક કાઢી નાખી. જેમકે ઘઉંની રોટલી ખાવાને બદલે મલ્ટીગ્રેન રોટલી ખાવાનું શરૂ કર્યું. ચોખાના બદલે રાજગરો, તળેલી વસ્તુઓના બદલે શેકેલી અને બાફેલા શાક ખાવાનું શરૂ કર્યું. ઓલીવ ઓઈલમાં બનાવેલું ખાવાનું ખાધું. વાંચો, કેવો હતો ભૂમિનો વેઈટ લોસ પ્રોગ્રામ..

બોડી ડિટોક્સ કર્યું

ભૂમિએ વેઈટ લોસ પ્રોગ્રામની શરૂઆત બોડી ડિટોક્સ કરવાથી કરી. તે દરરોજ સવારે ઉઠીને એલોવેરા જ્યૂસ પીતી હતી. આમ કરવાથી તેના શરીરમાંથી વજન વધ્યું તે વખતના ટોક્સિન્સ દૂર થયા. સાથે તે દરરોજ ગ્રીન ટી પણ પીતી હતી.

વસ્તુઓ તદ્દન બંધ કરી

ભૂમિએ બહારનું ખાવાનું છોડી દીધું સાથે ચીઝ, બટર, જંક ફૂડ પણ છોડ્યા. ડાયટ રૂટિનમાંથી ખાંડ સંપૂર્ણપણે બંધ કરી. ખાંડના બદલે ખજૂર સિરપ, શુદ્ધ મધ અને ગોળનો સમાવેશ કર્યો.

કાકડીનું પાણી પીવાનું શરૂ કર્યું

વજન ઘટાડવા માટે ભૂમિએ લીક્વીડ ડાયટ પર ફોકસ કર્યું. ભૂમિએ પોતાનું ડિટોક્સ ડ્રીંક પણ તૈયાર કર્યું. એક લિટર પાણીમાં 3 કાકડીના ચીરા કરીને ઉમેર્યા. સાથે થોડા ફુદીનાના પાન અને 4 લીંબુ નીચોવ્યા. પાણીને ફ્રીજમાં ઠંડું કરવા મૂકીને આખો દિવસ પાણી પીતી.

બેડમિન્ટન ખૂબ રમી

ભૂમિએ કહ્યું કે તેને સ્પોર્ટ્સ ખૂબ ગમે છે. તેને દોડવું અને બ્રિસ્ક વોકિંગ પસંદ છે. બેડમિન્ટન રમવું પણ તેને ગમે છે અને તેના રૂટિનનો ભાગ બની ગયો. સવારે વૉક, બપોરે જિમ અને સાંજે કે રાત્રે વૉલીબોલ કે બેડમિન્ટનની સાથે ડાન્સ પણ કરતી હતી.

સિક્રેટ જ્યૂસ રેસિપી

ભૂમિની એક સિક્રેટ જ્યૂસ રેસિપી છે જેને તે પોતાના વેઈટ લોસ પ્રોગ્રામનો મહત્વનો ભાગ માને છે. જ્યૂસ પાલક, સફરજન, લીંબુ, આદું અને કોથમીરથી બને છે. બધી સામગ્રીને મિક્સચરમાં ક્રશ કરીને જ્યૂસ બનાવીને પીધો. આનાથી વેઈટ લોસમાં મદદ મળી સાથે સ્કિન પર ગ્લો પણ આવ્યો.

બહુ ભૂખ લાગે ત્યારે

ભૂમિએ એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેને બહુ ભૂખ લાગતી હતી ત્યારે તે મિક્સચરમાં એક ગ્લાસ પાણી અને 2 ચમચી દહીં ઉમેરીને તેમાં સ્ટ્રોબેરી ઉમેરીને પીતી હતી. તેને ઈન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતું. ઘણીવાર ડાર્ક ચોકલેટ પણ ખાતી હતી કારણકે તેમાં 70 ટકા કોકોઆ, થોડી ખાંડ અને ખૂબ એન્ટી ઓક્સિડંટ હોય છે.

આવો હતો દરરોજનો ડાયટ પ્લાન

બ્રેકફાસ્ટ: વર્કઆઉટ બાદ ભૂમિ મલ્ટીગ્રેન બ્રેડ સાથે 3 ઈંડાનો સફેદ ભાગ ખાતી હતી. સિવાય દૂધ તેના બ્રેકફાસ્ટનો મહત્વનો ભાગ હતું. ઘણી વાર ઈંડાના બદલે ચણા, ચિકન, ફિશ કે બાફેલું રંગબેરંગી શાક ખાતી હતી. ભૂમિ હેવી નાસ્તો કરે છે.

લંચ: રોટલી, શાક, ચિકન-ભાત અથવા માત્ર દાળ-ભાત લંચમાં લે છે. બપોરના ભોજનમાં એક વાટકી શાક, બે રોટલી અને એક ગ્લાસ છાશ તેની મનપસંદ ડિશમાંથી એક છે. ભૂમિની રોટલી રાગી, સોયા અને ચણાને મિક્સ કરીને બનાવાય છે.

સાંજે 4 વાગ્યા બાદ નાસ્તો: અડધું પપૈયું/નાસપતી / જામફળમાંથી એક તે ખાય છે. 1 કપ ગ્રીન ટી સાથે અખરોટ કે બદામ ખાય છે. સાંજે 7 વાગ્યે એક વાટકો સલાડ ખાય છે જેમાં ઘણા બધા શાક અને ડ્રાયફ્રૂટ હોય છે.

ડિનર: ભૂમિ રાત્રે સાડા આઠ વાગ્યે ડિનર કરે છે. જેમાં તે ગ્રિલ્ડ ફિશ કે ચિકન અથવા પનીર કે ટોફૂ કે સ્ટીમ કરેલા શાકભાજી અને નાનો કપ બ્રાઉન રાઈસ અથવા પાતળી રોટલી ખાય છે.

(6:10 pm IST)