Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

બીજી નવેમ્બરે શાહરૂખ ખાનનો જન્‍મદિવસઃ ઝીરો ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશેઃ ડબલ ખુશી માટે મન્નતમાં તડામાર તૈયારી

2 નવેમ્બરે બોલિવુડનાબાદશાહશાહરૂખ ખાન અને તેના ફેન્સ માટે ડબલ સેલિબ્રેશનનો દિવસ હશે. 2 નવેમ્બરે શાહરૂખ પોતાનો 53મો જન્મદિવસ મનાવશે સાથે તેની આગામી ફિલ્મઝીરોનું ટ્રેલર રિલીઝ થશે. વખતે શાહરૂખના બર્થ ડે પર તેના ઘરમન્નતખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

શાહરૂખની બર્થ ડેના બે દિવસ બાકી છે ત્યારે મન્નતને રોશનીથી સજાવાયું છે. શાહરૂખના બંગલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાહરૂખ આનંદ એલ રાયની ફિલ્મઝીરોમાં ઠીંગણાના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થવાની છે.

ઝીરોમાં ઠીંગણાના રોલમાં જોવા મળશે

શાહરૂખે અંતે રૂપેરી પડદા પરથી પોતાની ચોકલેટ બોયની ઈમજને ગુડ બાય કહ્યું છે અને અલગ પ્રકારના રોલ ભજવવા માટે તૈયાર થયો છે. ‘ઝીરોએવી ફિલ્મ છે જેમાં શાહરૂખનો રોલ કંઈક હટકે હશે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી કિંગ ખાનના ફેન્સ તેનો નવો અવતાર જોવા માટે ઉત્સુક છે.

21 ડિસેમ્બરે રિલીઝ થશેઝીરો

કેટરીના કૈફના 35મા જન્મદિવસ અને ઈદ પરઝીરોનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું, જેમાં સલમાન પણ જોવા મળે છે. હવે ફિલ્મના મેકર્સે શાહરૂખના 53મા જન્મદિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ફિલ્મમાં શાહરૂખની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ જોવા મળશે. ‘ઝીરો’ 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

(6:03 pm IST)