Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

અભિષેક-ઐશ્વર્યા જાન્યુઆરીમાં ગુલાબ જામુનનું શૂટિંગ કરશે?

મુંબઇ તા. ૩૧ : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન જાન્યુઆરીમાં તેમની ફિલ્મ 'ગુલાબ જામુન'નું શૂંટિંગ શરૂ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. અભિષેક હાલમાં વેસ્ટ બેન્ગાલમાં અનુરાગ બાસુ સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરૃં કરે કે આ ફિલ્મની શરૂઆત જાન્યુઆરીમાં કરવામાં આવશે એવી ચર્ચા છે. 'ગુલાબ જામુન' અનુરાગ કશ્યપની ફિલ્મ છ.ે અનુરાગ અને અભિષેકે 'મનમર્ઝિયા'માં સાથે કામ કર્યું છે અને આ ફિલ્મમાં તેઓ ફરી સાથે કામ કરશે.

(4:22 pm IST)