Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

પરિણીતી ચોપડાએ સિકવલમાં કામ કરવાનું માંડી વાળ્યું

પરિણીતી ચોપડા અને અર્જૂન કપૂરની ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ ખરાબ રીતે ફલોપ થઇ ગઇ છે. આ કારણે જ કદાચ પરિણીતીએ અનુરાગ બસુની ફિલ્મ લાઇફ ઇન એ મેટ્રોની સિકવલમાં કામ કરવાની ના પાડી દીધી છે. ચર્ચા છે કે તારીખોને કારણે પરિણીતીએ ફિલ્મ છોડી નથી, પરંતુ તે મલ્ટીસ્ટારર ફિલ્મ કરવા ઇચ્છતી નથી. અગાઉ પરિણીતીએ ગોલમાલ અગેઇન જેવી અનેક હીરોથી ભરપુર ફિલ્મ કરી હતી અને એ ફિલ્મ સુપરડુપર હિટ પણ નિવડી હતી. લાઇફ ઇન એ મેટ્રોની સિકવલમાં છથી વધુ કલાકાર છે, આટલા બધા કલાકારો સાથે પરિણીતી કામ કરવા ઇચ્છતી નથી તેથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. સિકવલમાં અભિષેક બચ્ચન, રાજુકમાર રાવ, સૈફ અલી ખાન, ઇશાન ખટ્ટર, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ જેવા કલાકારો ફાઇનલ થયા છે.

(9:43 am IST)