Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

આ ગોલ્ડ મેડાલિસ્ટની બાયોપિકમાં જોવા મળશે ચોકલેટી બોય શાહિદ

મુંબઇ: એશિયન રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક જીતનારા બોક્સ ડિંગ્કો સિંઘની બાયો-ફિલ્મમાં ટોચનો અભિનેતા શાહિદ કપૂર બોક્સરનો રોલ કરશે એવી જાણકારી મળી હતી.આ ફિલ્મનું ડાયરેક્શન એરલિફ્ટ અને શેફ જેવી ફિલ્મો બનાવનારા રાજા કૃષ્ણ મેનન કરવાના છે એવું પણ આ માહિતી આપનારાં સૂત્રોએ કહ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષના એપ્રિલમાં ફ્લોર પર જવાની શક્યતા છે.હાલ શાહિદે શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ પૂરી કરી હતી. ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની પદ્માવત પૂરી કર્યા બાદ શાહિદની ડિમાન્ડમાં રાતોરાત વધારો થયો હતો. ડિંગ્કો સિંઘ તરીકે જાણીતો આ બોક્સર મણીપુરનો છે અને ૨૦૧૩માં એશિયન રમતોત્સવમાં બેન્ટમવેઇટ સ્પર્ધામાં એણે ગોલ્ડ જીત્યો હતો.એને પદ્મશ્રીની નવાજેશ કરાઇ હતી. હાલ એ બોક્સર્સના કોચ તરીકે કામ કરી રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ડિંગ્કો સિંઘ કેન્સર જેવા રોગ સામે ટક્કર લઇ ચૂક્યો છે અને એમાંથી ઊગર્યો છે.

(5:18 pm IST)