Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અક્ષયકુમારની 'ગોલ્ડ 'એ રચ્યો ઇતિહાસ :સાઉદી અરબમાં રિલીઝ થનારી સૌપ્રથમ બૉલીવુડ ફિલ્મ

મુંબઈ :બોલીવુડના અભિનેતા અક્ષય કુમારની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ગોલ્ડ ભારતીય બજારમાં શાનદાર બિઝનેસ કરી રહી છે. ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. હજુ પણ ફિલ્મ ઑફિસ પર ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. અક્ષયની ફિલ્મને ક્રિટિક્સે પણ ખૂબ જ પસંદ કરી છે. હવે ગોલ્ડના નામે વધુ એક સિદ્ઘિ જોડાઇ છે. અક્ષયની ફિલ્મ સાઉદી અરબમાં રિલિઝ થનાર પ્રથમ બોલીવુડ ફિલ્મ બની ગઇ છે.

ગોલ્ડને સાઉદી અરબમાં 30 ઓગસ્ટના રોજ રિલિઝ કરવામાં આવી. તેની જાણકારી ખુદ ખેલાડી અક્ષય કુમારે આપી છે. તેમણે ટ્વિટ કર્યુ કે ગોલ્ડ કિંગડમ ઑફ સાઉદી અરબમાં રિલિઝ થનાર પ્રથમ બોલીવુડ ફિલ્મ છે. તેમણે ટ્વિટ કર્યુ કે, ભારતના પહેલા ગોલ્ડ મેડલ જીતવાની સ્ટોરીને પહેલીવાર સાઉદી અરબમાં દર્શાવવામાં આવશે. મને શેર કરતાં ખુશી થાય છે કે ગોલ્ડ કિંગડમ ઑફ સાઉદી અરબમાં રિલિઝ થનારી પહેલી બોલીવુડ ફિલ્મ છે. જે સિનેમાઘરોમાં આજે રિલિઝ કરવામાં આવશે.

(12:31 pm IST)