Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

આયુષ્યમાનને કરવી પડશે અનહદ મહેનત

આયુષ્યમાન ખુરાન બોલીવૂડમાં સતત મોટા પ્રોજેકટ મેળવતો થઇ ગયો છે. તેની ફિલ્મો અંધાધૂન, ડ્રીમગર્લ અને બધાઇ હો એમ એક પછી એક સતત સુપરહિટ સાબિત થતાં આ કલાકારની માંગ વધી ગઇ છે. અમિતાભ બચ્ચન સાથેની ગુલાબો સિતાબો પણ ઓટીટી પ્લેટફોર્મ પર બધાએ ખુબ પસંદ કરી છે. હવે આયુષ્યમાન ખુરાનાને અભિષેક કપૂરની ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તેને શાનદાર રોલ મળ્યો છે. અભિષેક અગાઉ કેદારનાથ જેવી ફિલ્મ સ્વ. સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાનને લઇને બનાવી ચુકયા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ એક પોસ્ટ મુકીને આયુષ્યમાન એક મોટો ધમાકો કરવાનો છે તેવી વાત કહી છે. આ ફિલ્મનું શુટીંગ ઓકટોબરમાં શરૂ થાય તેવી શકયતા છે. જો કે આયુષ્યમાનની આ નવી ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. આ રોલ માટે આયુષ્યમાનને ખુબ મહેનત કરી બોડી બનાવવું પડશે અને એક એથ્લીટ જેવા દેખાવું પડશે. અત્યાર સુધીની ફિલ્મોના પાત્રો માટે જે નથી કર્યુ એ એટલે કે ખુબ શારીરિક શ્રમ કરી પરસેવો વહાવવો પડશે.

(10:08 am IST)