Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

નાગિન-૫માં ધીરજ ધૂપરને મળ્યો મુખ્ય રોલ

અભિનેતા ધીરજ ધુપરને નાગીન-૫માં મુખ્ય રોલ માટે પસંદ કરી લેવામાં આવ્યો છે. ધીરજ કહે છે આ ફેન્ટસી ફિકશન ફ્રેન્ચાઇઝીનો ભાગ બનીને હું ખુબ જ ખુશ થયો છું. મારા માટે આ અત્યંત ખાસ બાબત છે કે મને નાગિન જેવા ટોપ શોમાં મુખ્ય રોલ નિભાવવાની તક મળી. હું પહેલેથી જ આ શોનો ચાહક રહ્યો હતો અને એક વખત શોમાં કામ કરવાની મારી ઇચ્છા પણ હતી. હવે મને આ સિરીયલમાં મુખ્ય રોલ મળી જતાં મારા માટે સપનુ પુરુ થયું છે. મેં અગાઉ કદી પણ આ પ્રકારનો રોલ નિભાવ્યો છે. મુળ બરેલીનો આ અભિનેતા ૨૦૦૯થી અભિનયની દુનિયામાં છે. માત પિતા કે ચરનો મેં-સ્વર્ગ શો તેનો કલર ટીવી પરનો પહેલો શો હતો. એ પછી તેણે બહેને, મિસીસ તેંડુલકર, જિંદગી કહે સ્માઇલ પ્લીઝ, સસુરાલ સિમર કા, સુહાગી સિંદુર, કુમકુમ ભાગ્ય, ડાન્સ ઇન્ડિયા ડાન્સ સહિતના શો કર્યા છે. હવે તે નાગિન-૫માં જોવા મળશે. ૨૦૧૫માં તે સસુરાલ સિમર કાના રોલ માટે ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમીનો એવોર્ડ પણ જીતી ચુકયો છે.

 

(10:07 am IST)