Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

'સુપર-30'મહારાષ્ટ્રમાં પણ ટેક્સ ફ્રી

મુંબઈ: ઋત્વિક રોશન અભિનીત ફિલ્મ સુપર-30ને મહારાષ્ટ્ર સરકારે ટેક્સ ફી  કરી દીધી છે. ચર્ચિત શિક્ષણ સંસ્થા સુપર 30 ના સંસ્થાપક આનંદ કુમારે આ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આભાર વ્યક્ત કર્યો હતો.  ડુપર 30 આનંદ કુમારના જીવન પર બનેલ ફિલ્મ છે. આનંદ એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રેરણાદાયક ફિલ્મને ટેક્સ ફી કરવાથી આર્થિકરૂપે નબળા વિધાર્થીઓનેaa ફિલ્મ જોઈ શકશે.આનંદે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પણ મળ્યા હતા. તેઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું, 'મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને આનંદ થયો. તેમણે આ મીટિંગમાં ફિલ્મ 'સુપર 30' ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા. સૌથી સારી વાત એ છે કે તેણે ફિલ્મ કરમુક્ત જાહેર કરી છે. તેમને હાર્દિક આભાર. "

(5:13 pm IST)