Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સિલ્વર સ્ક્રીન પર એક સાથે જોવા મળશે આ બે સ્ટાર્સ

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બે સુપરસ્ટાર્સને સ્ક્રીન પર એકસાથે જોવા માટે દર્શકો ખૂબ ઉત્સુક રહેતા હોય છે. પહેલા પણ કેટલાક સુપરસ્ટાર્સ એક સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળ્યા છે અને દર્શકોએ તેમની જોડીને પસંદ પણ કરી છે. ત્યારે હવે બોલીવુડ સ્ટાર રણવીરસિંહ અને સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની જોડી સિલ્વર સ્ક્રિન પર પ્રથમ વખત સાથે જોવા મળશે. જોકે બન્ને સ્ટાર્સ કોઈ ફિલ્મમાં નહીં પણ એક ટીવી કોમર્શિયલમાં સાથે જોવા મળશે. વાત નક્કી છે કે બન્ને સુપરસ્ટાર્સના પ્રશંસકો તેમને એકસાથે જોવા માટે ખૂબ ઉત્સુક હશે. મહેશ બાબુ અને રણવીરસિંહ એક પોપ્યુલર સોફ્ડ ડ્રિંક બ્રાન્ડની એડમાં સાથે જોવા મળશે. હાલમાં સામે આવેલ એક તસ્વીરમાં બન્ને કલાકારો એક જેવા બ્લેક કપડામાં જોવા મળી રહ્યા છે. કપડામાં રણવીર અને મહેશ બાબુ ખૂબ સ્માર્ટ નજરે પડી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ જાહેરાતની સ્ક્રિપ્ટ પણ બન્ને સુપરસ્ટાર્સની ફિલ્મની જેમ લખવામાં આવી છે. એડના ફોટો ઓનલાઈન લીક થયા બાદ તેમના પ્રશંસકો પણ જાહેરાતને લઈ ઉત્સુક છે.

(4:07 pm IST)