Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડ ડાન્સર્સની સહાયમાં આવ્યો

પૈસાસીધા ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યો છે : આ પહેલાં બોસ્કો માર્ટિસ, રેમો ડિસૂઝા જેવા કોરિયોગ્રાફર્સ પણ બોલીવુડ ડાન્સર્સની મદદ માટે આગળ આવ્યા છે

મુંબઈ, તા. ૩૧ : અત્યારના સમયમાં લોકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ વર્કર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત દિવસોમાં સલમાન ખાન સહિતના કેટલાક એક્ટર્સ તેમની મદદ માટે આગળ આવ્યા હતાં. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના મેનેજર દ્વારા બોલિવુડ ડાન્સર્સની મદદ માટે હાથ આગળ વધાર્યાે છે. બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચૂકેલા અને હવે તેના કો-ઓર્ડિનેટર રાજ સુરણીએ જણાવ્યું કે, 'સિદ્ધાર્થ મલ્હોત્રા અમારી ટીમના ૨૦૦ મેમ્બર્સની મદદ કરી રહ્યો છે. જ્યારે અમારો વિડીયો વાયરલ થયો ત્યારે તેને સ્થિતિની જાણ થઈ અને તેણે અમારો સંપર્ક કર્યા. તેના મેનેજરે અમારી સાથે કો-ઓર્ડિનેટ કર્યું. તેમણે સીધા અમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધાં. રાજે આગળ જણાવ્યું કે, લોકડાઉનની પહેલા અમે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના એક ગીતનું શૂટિંગ ઘણા ડાન્સર્સ સાથે કરવા જઈ રહ્યા હતાં. મને ખબર નથી કે, હવે તે ક્યારે અને કેવી રીતે થશે. કારણ કે, ગીતમાં ઘણા બધા ડાન્સર્સને રહેવાનું હતું.' જણાવી દઈએ કે, કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી 'બ્રહ્માસ્ત્ર'ના પ્રોડ્યુસર્સે પણ ટીમના ડાન્સર્સની મદદ કરી હતી. આ ઉપરાંત ૮૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સર્સની ટીમની ફાયનાન્શિયલ મદદ માટે બીજા બોલિવુડ એક્ટર્સ પણ આગળ આવી ચૂક્યા છે. બીજી તરફ, આના પહેલા બોસ્કો માર્ટિસ, રેમો ડિસૂઝા જેવા કોરિયોગ્રાફર્સ પણ ડાન્સર્સની મદદ માટે આગળ આવી ચૂક્યા છે. લોકડાઉનને કારણે ઘણા ડાન્સર્સ મુંબઈ છોડીને પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. રાજે જણાવ્યું કે, 'ડાન્સર્સ કદાચ છેલ્લા એવા હશે  જેમને જોબ મળશે કારણ કે, એવું લાગે છે કે હવે વધુ લોકો સાથે શૂટિંગ નહીં થાય. કોરોનાની વેક્સીન આવવામાં ૪-૫ મહિના અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે. ૧૯ માર્ચથી જ અમારી ઇન્ડસ્ટ્રી બંધ છે, આવામાં ડાન્સર્સને કહી દેવામાં આવ્યું છે.

(8:13 pm IST)